રાણીબા સહિતના આરોપીઓની તાકીદે ધરપકડ કરો : એસએસડીનું આવેદન

- text


સ્વયમ સૈનિક દળએ એસપીને રજુઆત કરી, અનુ.જાતિના લોકો ઉપર અત્યાચાર કરવાના કેસમાં પોલીસ કાચબાની ગતિએ તપાસ કરતી હોવાનો આક્ષેપ 

મોરબી : મોરબીમાં કહેવાતી રાણીબા અને હાઈપ્રોફાઈલ જીવન જીવવા માટે સોશ્યલ મીડિયામાં અવનવા પેતરા કરતી વિભૂતિ પટેલ અને સાગરીતોએ અનુ.જાતિના યુવાન સાથે કરેલા અમાનવીય વર્તનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમુદાય મેદાને આવ્યા બાદ આજે સ્વયમ સૈનિક દળએ એસપીને આવેદન પાઠવી કહેવાતી રાણીબા સહિતના આરોપીઓની તત્કાળ ધરપકડ કરવાની માંગ કરી છે.

સ્વયમ સૈનિક દળએ એસપીને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે અનુ. જાતિના યુવાન નિલેશભાઈ દલસાણીયાને પગાર આપવાને બદલે ઢોર માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરી મોઢામાં પગરખું લેવડાવી શર્મનાક કૃત્ય કરનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ હજુ સુધી પોલીસની ગિરફ્તમાં આવ્યા નથી. જો કે મોરબીમાં અન્ય કોઈ ઘટના બને તો પોલીસ તાત્કાલિક સસલાની જેમ દોડી ગુનેગારોને પકડી ગણતરીની કલાકોમાં કેસ સોલ્વ કરે છે. પણ અનુ. જાતિના લોકો ઉપર અત્યાચાર થાય ત્યારે પોલીસ આરોપીઓને પકડવા માટે કાચબાની ગતિએ એટલે ઢીલી નિતીએ તપાસ કરતી હોવાનો આક્ષેપ કરી આ ગંભીર ગુનામાં ફરાર રહેલા તમામ આરોપીઓને તાકીદે પકડીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text