પાનેલી ગામે ડ્રોનથી નેનો યુરિયા ખાતરના છંટકાવનું લાઈવ ડેમોસ્ટ્રેશન 

- text


વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ખેડૂતોને ખેતીની અધ્યતન પદ્ધતિ વિશે અપાયું માર્ગદર્શન

મોરબી : સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે મોરબી તાલુકાના પાનેલી ગામે રથનું આગમન થયું હતું. પાનીલેના અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાળાઓએ કુમ કુમ કરી રથનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે પાનેલી ગામના આંગણે આવેલા રથ થકી સૌ ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. આ પ્રસંગે પોષણ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની 100% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત આયુષ્માન કાર્ડ અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાનેલી ગામના ભાગોળે આવેલા ખેતરે જઈને ડ્રોન વડે દવાનો છંટકાવ કરી ખેડૂતોને લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text