કાલે રવિવારે તમામ મતદાન મથકો ઉપર ચૂંટણીકાર્ડને લગતી કામગીરી થશે

- text


ચૂંટણી કાર્ડ નવું કઢાવવું કે તેમાં કોઈ પણ સુધારા વધારા કરાવવાનું કામ ઘર નજીકના મતદાન મથકે જ થઈ જશે 

મોરબી : તારીખ 01/01/2024 ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં આવતીકાલે તારીખ 26 નવેમ્બરને રવિવારના રોજ સ્પેશિયલ કેમ્પેઈન ડે રાખવામાં આવ્યો છે.

- text

મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવ્યું છે કે, આવતીકાલે તારીખ 26 નવેમ્બર ને રવિવારના રોજ નજીકના મતદાન મથકના સ્થળે બીએલઓ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેશે. જેથી જે કોઈને મતદાર યાદીમાં નામ નોંધાવવું હોય અથવા મતદાર યાદીમાંથી નામ કમી કરાવવું હોય અથવા મતદાર કાર્ડમાં સુધારા અને સ્થળાંતર કરવું હોય તેઓએ નજીકના મતદાન મથકે સંપર્ક કરવો. આ ઉપરાંત જે લોકોએ બૂથ પર ન જવું હોય તે લોકો NVSP, VHAનો ઉપયોગ કરી પોતાના હકદાવા રજૂ કરી શકશે અને આ બાબતે કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના 1950 ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોતાનો ઉકેલ મેળવી શકશે. આમ આ મતદારયાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેકટર જી. ટી. પંડ્યા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

- text