પરિક્રમા માટે રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં રાખીને રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. આ બંને ટ્રેનો 23 નવેમ્બર, 2023 થી 27 નવેમ્બર, 2023 દરમિયાન દોડશે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1) પ્રથમ રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 06.00 કલાકે ઉપડી જૂનાગઢ સવારે 8.30 કલાકે પહોંચશે. રિટર્ન માં આ ટ્રેન જૂનાગઢથી સવારે 09.50 કલાકે ઉપડશે અને બપોરે 12.30 કલાકે રાજકોટ પહોંચશે.

- text

2) બીજી રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સાંજે 16.05 કલાકે ઉપડી જૂનાગઢ સાંજે 18.35 કલાકે પહોંચશે. રિટર્ન માં આ ટ્રેન જૂનાગઢથી સાંજે 19.30 કલાકે ઉપડશે અને રાત્રે 22.40 કલાકે રાજકોટ પહોંચશે.

ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, કોઠારિયા, રીબાડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ચોકી સોરઠ અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.

- text