મોરબીના પંચાસર ગામે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાની તા.24મીએ પૂર્ણાહુતિ

- text


આજે 22 નવેમ્બરે રાત્રે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબા પંચાસર ગામે રાજપૂત સમાજ વાડી ખાતે તારીખ 18 નવેમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ થયો હતો ત્યારે હવે આ કથાની તા.24 નવેમ્બરના રોજ પૂર્ણાહુતી થશે.

પંચાસર ગામે ગંભીરસિંહ ભુરુભા ઝાલા (નિવૃત આઈએએસ) દ્વારા 18 થી 24 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મોક્ષ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈદિક મહાગ્રંથના વક્તા શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ ઓઝા વ્યાસપીઠ પર બિરાજીને દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે 22 નવેમ્બર ને બુધવારના રોજ રાત્રે 9-30 કલાકે રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યારે આવતીકાલે 23 નવેમ્બર ને ગુરુવારે સાંજે 5 કલાકે રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર કાર્યક્રમ યોજાશે. જ્યારે 25 નવેમ્બર ને શનિવારના રોજ બપોરે 12 કલાકે બીડુ હોમવામાં આવશે. સાથે જ 25 નવેમ્બરે રાજપૂત સમાજ વાડી ખાતે બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને સવારે 9 કલાકે રાંદલમાના લોટાનો કાર્યક્રમ યોજાશે.

- text

- text