પુત્રએ કરેલા મૈત્રી કરારનો ખાર રાખી પિતાને છરીના ઘા ઝીકાયા

- text


વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીક બનેલો બનાવ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા યુવાને પરિણીતા સાથે કરેલા મૈત્રી કરારનો ખાર રાખી પરિણીતાના પતિ સહિતના બે શખ્સોએ યુવાનના પિતાને રસ્તામાં આંતરી છરીના ઘા ઝીકી લાકડાના ધોકા વડે માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા દેવાભાઈ ઉર્ફે દેવરાજભાઈ મેરામભાઈ વાલાણીના પુત્રએ આરોપી ચંદુભાઈ ચોથાભાઈ સરવૈયાની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હોય જેનો ખાર રાખી આરોપી ચંદુભાઈ તથા એક અજાણ્યા આરોપીએ ગારીયા ગામે આવેલી દરગાહ નજીક પસાર થઈ રહેલા દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઈને આંતરી બન્ને પગમાં છરીના ઘા ઝીકી દઈ લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે

- text