કારખાનાના શેડ ઉપર સીડી બનાવતી વખતે નીચે પટકાતા શ્રમિકનું મૃત્યુ

- text


મિતાણા નેકનામ રોડ ઉપર એન્ટીટી કારખાનામાં બનેલો બનાવ

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા – નેકનામ રોડ ઉપર આવેલ ફેકટરીમાં શેડ ઉપર લોખંડની સીડી બનાવતી વેળાએ શેડ ઉપરથી નીચે પટકાઈ પડેલા ઉત્તરપ્રદેશના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા – નેકનામ રોડ ઉપર આવેલ એન્ટીટી માઇનરોક નામની ફેકટરીમાં શેડ ઉપર લોખંડની સીડી બનાવવાનું કામ કરી રહેલા ઉત્તરપ્રદેશના વતની અજિતકુમાર સ્વામીનાથ ચૌહાણ ઉ.23 શેડ ઉપર કામ કરતી વેળાએ અકસ્માતે નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text