મોરબીની પટેલ અને આહીર બોર્ડિંગમાંથી વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા 

- text


મોરબીના વિસીપરામાં આવેલી બન્ને બોર્ડિંગના રૂમમાંથી તસ્કર હાથ ફેરો કરી જતા અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલી પટેલ બોર્ડિંગ તેમજ આહીર બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં આવેલ પટેલ બોર્ડિંગમાં રહેતા અને એલઈ કોલેજમાં કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા કરજણ વડોદરાના વિદ્યાર્થી મિતભાઇ હરેશભાઇ વેકરીયાનો મોબાઈલ ફોન ગત તા.8 ઓક્ટોબરની રાત્રીના તેમના રૂમમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા બાજુના રૂમમાં તપાસ કરતા બાજુન રૂમમાં રહેતા નયનભાઈ રમેશભાઈ સંતોકીનો મોબાઈલ પણ ચોરી થઇ ગયો હોવાનું જણાયું હતું.

- text

બાદમાં બન્ને વિદ્યાર્થીઓએ બાજુમાં આવેલ આહીર બોર્ડિંગમાં રહેતા તેમના મિત્ર હિતેષભાઇ સગુળભાઈ આસોડીયા, મિતભાઈ મુકેશભાઈ સિધ્ધપુરા અને પ્રદીપભાઈ કાનજીભાઈ પરમારનો મોબાઈલ ફોન પણ ચોરી થયાનું ખુલતા મિતભાઇ હરેશભાઇ વેકરીયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં તેમનો તથા તેમના અન્ય મિત્રોના કુલ પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 38 હજારની કિંમતના મોબાઈલ ચોરી થવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text