પરિણામ ભોગવવા તૈયાર રહેજો ! જયલો કોણ છે એ આજે બતાવી દઉં 

- text


હળવદના ટીકર ગામે દુકાનદારે ઉછીના પૈસા આપવાની ના પાડતા આરોપીએ દુકાનમાં તોડફોડ કરી ફોનમાં ધમકી આપી 

હળવદ : હળવદ તાલુકાના ટીકર રણ ગામે ટીકર ચોકડી પાસે દુકાન ધરાવતા વેપારી પાસે આવી ઉછીના નાણાં માંગનાર શખ્સે પૈસા ન આપતા દુકાનદારની દુકાનમાં તોડફોડ કરી પરિણામ ભોગવવા તૈયાર રહેજો ! જયલો કોણ છે એ આજે બતાવી દઉં કહી રાત્રીના સમયે ફોન કરવાની સાથે દુકાનમાં તોડફોડ કરતી વખતે એક વ્યક્તિને પાઇપ મારી ફ્રેક્ચર કરી નાખતા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા અને ટીકર ચોકડી પાસે પાનમાવાની દુકાન ધરાવતા હરેશભાઇ પ્રેમજીભાઇ અગોલા પોતાની દુકાને હતા ત્યારે સવાર – સવારમાં આરોપી જયેશભાઇ હરીભાઇ ડાંગર રહે.અજીતગઢ દુકાને આવ્યો હતો અને હરેશભાઇ પાસે ઉછીના પૈસા માંગ્યા હતા જેથી હરેશભાઇએ પૈસા આપવાની ના પાડતા આરોપી જયેશ હમણાં દારૂ પીને આવું છું કહી જતો રહ્યો હતો. બાદમાં બપોરના સમયે આરોપી જયેશ દુકાન આવ્યો હતો અને પરિણામ ભોગવવા તૈયાર રહેજો ! જયલો કોણ છે એ આજે બતાવી દઉં કહી દુકાનનો પાઇપ તેમજ કાચ તોડી નાખ્યો હતો.

- text

બનાવ બાદ ફરિયાદી હરેશભાઇએ પોતાના કાકાને ઝઘડા અંગે જાણ કરતા ત્રણ કાકા દુકાને આવી ગયા હતા જ્યાં સાંજના પાંચેક વાગ્યે ફરી આરોપી જયેશભાઇ હરીભાઇ ડાંગરે હમણાં તારી દુકાને આવું છું તેમ ફોન કરીને જણાવી દુકાને આવ્યો હતો અને ઝઘડો કરવા લગતા હરેશભાઈના કાકાઓ સાથે ઝપાઝપી કરવા લગતા ભુદરભાઈ અગોલાને જયેશે હાથમાં પાઇપ મારી દેતા ફ્રેક્ચર થઇ ગયું હતું,બનાવ બાદ હરેશભાઇએ 100 નંબરમાં ફોન કરીને જાણ કરતા પોલીસ આવી ગઈ હતી જો કે, આરોપી નાસી ગયો હતો અને ફરી પાછો ફોન કરી હરેશભાઈને અને પરિવારને જોઈ લેવાની ધમકી આપી પરિણામ ભોગવવા તૈયાર રેહજો તેવી ધમકી આપતા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text