મોરબીમાં પરિણીતાને સાસરિયાઓનો શારીરિક – માનસિક ત્રાસ 

- text


બે વર્ષથી ઓછા લગ્ન જીવનમાં પરિણીતાનું જીવતર ઝેર કરી નાખતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ 

મોરબી : મોરબીમાં જ માવતર અને સાસરું ધરાવતી દલવાડી સમાજની પરિણીતાને બે વર્ષના લગ્ન જીવનમાં જ સાસરીયાઓએ શારીરિક, માનસિક ત્રાસ આપી જીવતર ઝેર કરી નાખતા હાલમાં પરિણીતા પોતાના આઠ માસના દીકરા સાથે માવતરના ઘેર આશરો મેળવી પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર શ્રધ્ધાપાર્ક સામે બોખાણી વાડીમાં પિતાના ઘેર રહેતા પુજાબેન ઉર્ફે પુર્વીબેન પ્રકાશભાઇ પરમારના લગ્ન વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં જ્ઞાતિના રીતરિવાજ મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર પાસે બાવરાની વાડીમાં રહેતા પ્રકાશભાઇ વસંતભાઇ પરમા૨ સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ સાસરિયાઓ દ્વારા અવાર નવાર નાની નાની બાબતોમાં મેણાંટોણાં મારી પુજાબેન ઉર્ફે પુર્વીબેનને ત્રાસ આપવામાં આવતા અગાઉ બે – ત્રણ વખત તેઓ માવતરના ઘેર ચાલ્યા ગયા હતા અને બાદમાં સમાધાન થતા પરત સાસરિયે આવી ગયા હતા.

- text

જો કે, પુજાબેન ઉર્ફે પુર્વીબેનના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે તથા નાની નાની બાબતમા શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવતા ગત તા.22-9-2023ના રોજ પુજાબેન ઉર્ફે પુર્વીબેન ફરી પોતાના આઠ માસના પુત્રને લઈ પિતાના ઘેર આવી ગયા હતા અને સમાજ રાહે સમાધાનના પ્રયાસ કરવા છતા સાસરિયાઓ નહીં સુધરતાં અંતે પુજાબેન ઉર્ફે પુર્વીબેને પતિ પ્રકાશભાઇ વસંતભાઇ પરમા૨, સસરા વસંતભાઇ મોતીભાઇ પરમાર, સાસુ હેમલતાબેન વસંતભાઇ પરમાર અને નણંદ સંગીતાબેન જયભાઇ વીડજા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 498 તેમજ 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text