હળવદના ભવાનીનગર ઢોરા પાસે વરલીભક્ત ઝડપાયો 

- text


હળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરા પાસે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી પ્રકાશગીરી નવલગીરી ગૌસ્વામી, રહે. હળવદ લાંબીદેરી ભવાનીનગર ઢોરો નમન આરોપીને વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 2850 સાથે ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી રવિભાઈ ભુરાભાઈ રબારી રહે.હળવદ ભવાનીનગર ઢોરો હાજર નહીં મળી આવતા એલસીબી પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ રજીસ્ટર કરાવી હતી.

- text