મોરબીના ઘુંટુ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે રાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ રોડ ઉપર આવેલા બેઠા પુલ નજીક દુકાનના લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજયભાઈ જગજીવનભાઇ કૈલા, રહે.હરિઓમ પાર્ક, જીગ્નેશભાઈ જેરાજભાઈ મારવાણીયા રહે.રાજપર ગામ, ગીરીશભાઈ નાનજીભાઈ ભોરણીયા રહે.હરિઓમ પાર્ક અને ચંદુભાઈ વલ્લભભાઈ મણવર રહે.આનંદનગર, ત્રાજપર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 22,680 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text