નવલખી બંદરે ડમ્પર-ટેન્કર વચ્ચે અકસ્માત, એકને ઇજા 

- text


મોરબી : માળીયા તાલુકાના નવલખી બંદર સંકુલમાં GJ-05-BV-1179 નંબરના ટ્રક ડમ્પરના ચાલકે પુરઝડપે પોતાનું ડમ્પર ચલાવી રોડ ઉપર ઉભેલા GJ-12-AT-6350 નંબરના પાણીના ટેન્કર સાથે અકસ્માત સર્જતા ટેન્કર ચાલક હાસમભાઇ મહમદભાઇ પઠાણને પગ તેમજ કમરના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતા ડમ્પર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text