હાર્ટએટેકથી સાવધાન : મોરબીમાં આગામી તા.7ના રોજ અમેરિકન એડવાન્સ ટેકનોલોજીથી હાર્ટ ટેસ્ટ કરાશે

 

હાર્ટએટેકના વધતા બનાવો વચ્ચે મોરબીના તબીબ ડો.કેવિન ઝાલરીયા દ્વારા એન્ડોપેટ મશીનથી સચોટ નિદાન કરાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કોરોના મહામારી બાદ ખાસ કરીને યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે અને છેલ્લા એકવર્ષમાં જ અનેક આશાસ્પદ યુવાનોને હાર્ટએટેક અકાળે ભરખી ગયો છે ત્યારે મોરબીના વતની અને જસલોક તેમજ લીલાવતી જેવી હોસ્પિટલમાં સેવા પ્રદાન કરનાર યુવાન તબીબ ડો.કેવિન ઝાલરિયા દ્વારા હાર્ટએટેક આવતા પહેલા જ કોઈપણ વ્યક્તિમાં હાર્ટ એટેક આવવાની કેટલી શક્યતા રહેલી છે તે સચોટ માહિતી આપતી આશિર્વાદરૂપ સારવાર પદ્ધતિનો આવિષ્કાર કરી અમેરિકન એડવાન્સ ટેક્નોલોજી એન્ડોપેટ મશીનથી સચોટ નિદાન કરવાની સારવાર પદ્ધતિ લાવ્યા છે, હાલમાં અમદાવાદ ખાતે જ ઉપલબ્ધ નિદાન પદ્ધતિથી મોરબી ખાતે ડો.કેવિન ઝાલરિયા દ્વારા આગામી તા.7 નવેમ્બરના રોજ ખાસ વિઝીટ કરવામાં આવનાર છે જેનું તા.5 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

આજના આધુનિક સમયમાં ખાનપાન, ધૂમ્રપાન, નશીલા દ્રવ્યોનું સેવન, વધારે વજન, મેદસ્વીતા, હાઈ બ્લડપ્રેસર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીઝ, વંશ પરંપરાગત બીમારી કે આનુવંશિકતાને કારણે ગુજરાતમાં હૃદયરોગથી મૃત્યુ થવાના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે જેમાં ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં તો યુવાવર્ગ વધુને વધુ શિકાર બની રહ્યો છે, તાજા સરકારી આંકડા મુજબ નવરાત્રીના નવ દિવસો દરમિયાન જ ગુજરાતમાં 800 જેટલા લોકોને હૃદયરોગના હુમલાઓ આવવાની ઘટના બની છે ત્યારે માનવજાતિ માટે ચિંતાજનક હૃદયરોગને લઈ સરકાર પણ ચિંતિત છે. આ સંજોગોમાં મોરબીના વતની યુવા તબીબ ડો.કેવિન ઝાલરિયા ક્રાંતિકારી સારવાર પદ્ધતિ કહી શકાય તેવી અમેરિકન એડવાન્સ ટેક્નોલોજી એન્ડોપેટ મશીન દ્વારા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદ ખાતે કોઈપણ વ્યક્તિમાં હૃદયરોગ આવવાની કેટલી શક્યતા રહેલી છે તેનું 100 ટકા સચોટ નિદાન પદ્ધતિ શરૂ કરી છે.

મોરબીના વતની ડો.કેવિન ઝાલરિયા આ અમેરિકન એડવાન્સ ટેક્નોલોજી એન્ડોપેટ મશીન દ્વારા સારવાર પદ્ધતિ અંગે માહિતી આપતા જણાવે છે કે, હૃદયરોગ આવવાનું મુખ્યકારણ હૃદય સુધી લોહી પહોંચાડતી રક્તવાહિનીઓમાં ફેરફાર થવાથી અને આ રક્તવાહિનીઓ એટલે કે આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી હાર્ટએટેક આવતો હોય છે ત્યારે અમેરિકન એડવાન્સ ટેક્નોલોજીના એન્ડોપેટ મશીન દ્વારા કોઈપણ વ્યક્તિની રક્તવાહિનીઓનું શરૂઆતના તબક્કે જ માપન કરી હૃદયરોગના જોખમનું મૂલ્યાંકન કરી ભવિષ્યમાં ઉભા થનાર ખતરા સામે હૃદયરોગ નિવારવા તેમજ અટકાવવા માટે ચેતવણી આપવામાં આવે છે.

વધુમાં ડો.કેવિન ઝાલરિયા ઉમેરે છે કે હૃદયરોગ માટે જવાબદાર એન્ડોલેથીયલ ડિસફંક્શન ઘણા વર્ષોથી વિકસતું હોય છે પરંતુ આ બાબત પ્રત્યે કોઈનું ધ્યાન ગયું નથી ત્યારે અમેરિકન એડવાન્સ ટેક્નોલોજીના એન્ડોપેટ મશીન દ્વારા સચોટ નિદાન કરી અત્યંત કિફાયતી અને ઓછા ખર્ચમાં હૃદયરોગ આવતા પહેલા જ દર્દીને તેની ખબર પડી જતી હોય કિફાયતી કિંમતે હૃદયરોગ આવતા પહેલા જ સારવાર મારફતે હૃદયરોગને અટકાવી શકાય છે.ઉલ્લખેનીય છે કે આજના સમયમાં હૃદયરોગ સમયે એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી જેવી મોંઘી સારવારની તુલનાએ આ એડવાન્સ એન્ડોપેટ મશીનથી કરવામાં આવતા ટેસ્ટ થકી દર્દીઓને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી જેવી સારવાર પદ્ધતિની પણ જરૂર પડતી નથી.

ડોક્ટર કેવિન ઝાલરિયા જણાવે છે કે જે વ્યક્તિના કુટુંબમાં અગાઉ કોઈને હાર્ટએટેક આવ્યો હોય તેવા લોકો, જેમને હાપર ટેન્શન (હાઈ બીપી), હાયપરલિપિડેમિયા (ઉચ્ચ કોલેસ્ટ્રોલ), ડાયાબિટીસના દર્દીઓ, ગર્ભવતિ સ્ત્રીઓ, વધુ વજન ધરાવતા લોકો, ધુમ્રપાન અથવા નશીલા પદાર્થનું સેવન કરનાર વ્યક્તિ, કોરોના થયા પછી તકલીફ હોય તેવી વ્યક્તિઓ અને મોટી ઉંમરના વ્યકિતઓએ આ એડવાન્સ એન્ડોપેટ મશીનથી હૃદયરોગના ખતરાથી સાવચેત રહેવા ટેસ્ટ કરાવવો જોઈએ,

એન્ડોપેટ ટેસ્ટના ફાયદા વિષે તેઓ કહે છે કે, હાયપરટેન્સનમાં યોગ્ય સંભાળ (હાઈ બીપી), ઉપચાર માટે વધુ સારું માર્ગદર્શન (ખર્ચમાં ઘટાડો), સેન્ટ્રલ બીપીને સરળ અને સચોટ રીતે માપે છે. આ ટેસ્ટથી કાર્ડિયોવેસ્ક્યુલર મુત્યુદર અને રોગના તમામ કારણોની યોગ્ય તપાસ થાય છે. સેન્ટ્રલ બીપી હાઈપરટેન્શનને વધુ સારી રીતે મશીન તપાસે કરે છે, ધમની જડતા અને થેરાપીના પ્રતિભાવને જાણી શકાય છે. આ ટેસ્ટની અનેક વિશેષતાઓ પણ રહેલી છે.

અમેરિન હાર્ટ એસોસિએશન અનુસાર 50 ટકા થી વધુ પુરૂષ અને 64 ટકાથી વધુ સ્ત્રીઓમાં કોઈપણ લક્ષણ વગર હૃદયની બીમારીથી મૃત્યુ થાય છે. ઈન્ડિયન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર પુરૂષોમાં 50 ટકાથી વધુ હાર્ટએટેક 50 વર્ષથી ઓછી ઉંમરમાં, જ્યારે 25 ટકા હાર્ટ એટેક 40 વર્ષથી ઓછી ઉંમરમાં આવે છે. જો તમે રોગના પ્રારંભિક તબક્કાને ઓળખી શકો તો હૃદય રોગની સારવાર અલગ રીતે કરી શકો છે. એન્ડોપેટ ટેસ્ટ કરાવવા માટે મોરબી ખાતે આગામી તા.7 નવેમ્બરના રોજ મોરબી ખાતે રવાપર ચોકડી સ્થિત 22-23 કેપિટલ માર્કેટ, ત્રીજા માળ ખાતે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી વિઝિટનું અયોજન કરાયું છે. આ વિઝીટમાં એન્ડોપેટ ટેસ્ટ કરાવવા માટે તા.5 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે વધુ વિગતો માટે તેમજ રજિસ્ટ્રેશન માટે ડો.કેવિન ઝાલરિયા મોબાઈલ નંબર 8408863734 ઉપર સંપર્ક કરવો.