મોરબીમાં દિવાળી પછી રૂપિયા 10 કરોડના ખર્ચે પાકા રોડ રસ્તા બનશે

- text


મોરબીનો રવાપર રોડ 4.88 કરોડના ખર્ચે નવો બનશે

મોરબી : મોરબીમાં વરસાદને કારણે રોડ રસ્તા બેહાલ થઈ ગયા છે ત્યારે નગરપાલિકા દ્વારા હવે રોડના કામોને હાથ ઉપર લેવાયા છે અને ઉબડ ખાબડ રોડ હવે નવા નકોર બને તેવા ઉજળા સંજોગો દેખાયા છે.

- text

મોરબીમાં છેલ્લા એક વર્ષથી રોડના કામો ઠપ્પ થઈ ગયા હતા. આથી ચોમાસામાં મોટાભાગના રસ્તા મગરપીઠ જેવા બની જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે મોરબીમાં નવા નકોર રોડ રસ્તા બનાવવામાં માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે. આથી મોરબીમાં 10 કરોડના ખર્ચે રોડ રસ્તા બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પુરી થઈ ગઈ હોય હવે દિવાળી બાદ રોડ રસ્તાના કામો શરૂ થશે. જેમાં મુખ્ય રોડમાં રવાપર રોડ ગાંધીચોકથી બાપા સીતારામ ચોકનો રોડ રૂ.4.88 કરોડના ખર્ચે, અવની ચોકડીથી ચોકીયા હનુમાનજી સુધી રૂ.92 લાખના ખર્ચે, વીસીપરાની જુદી જુદી જગ્યાના રસ્તાને રૂ.1.60 કરોડના ખર્ચે, 7 રોડને રિસર્ફેસીંગ માટે રૂ.1.73 કરોડના ખર્ચે, 13 વોર્ડના રૂ.65 લાખના ખર્ચે રોડ રસ્તા દિવાળી પછી કામો શરૂ થાય . થોડા સમય પહેલા નગરપાલિકાની એક કમિટીની બેઠક મળી હતી. તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી માટે યોજાયેલી આ બેઠકમાં શહેરના મુખ્ય રોડ અને સોસાયટીઓના જુદા જુદા વિકાસ કામોના 26 જેટલા નવા રોડ મંજૂર કરવામાં આવ્યા છે. અને 8 રોડ રિસરફેસિંગ માટે મંજુર કરવામાં અવાય છે જેમાં જુદી જુદી ગ્રાન્ટ હેઠળ 10 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવૈ છે જેમાં જે અંગેની ટેન્ડર પ્રક્રિયા કામગીરી ચાલુ છે.

- text