મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ એક મહિનામાં દૂર ન થાય તો કરણી સેના પાલિકાને ઘેરાવ કરશે

- text


કરણી સેનાના મોરબી તાલુકાના પ્રમુખે ઢોર ના ત્રાસ મુદ્દે પાલિકા તંત્રને આડે હાથ લઈને અલટીમેટમ આપ્યું

મોરબી : મોરબીમાં ઠેરઠેર રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, સરકારના આદેશ છતાં મોરબી નગરપાલિકા તંત્ર ઢોરને રસ્તા પરથી હટાવી લેવાની કોઈ કાર્યવાહી કરતું ન હોવાથી લોકોની ધીરજનો અંત આવી ગયો છે ત્યારે કરણી સેનાના મોરબી તાલુકાના પ્રમુખે વીડિયો સંદેશ જાહેર કરીને એક મહિનામાં રઝળતા ઢોરનો ત્રાસ દૂર નહિ થાય તો પાલિકાને ઘેરાવ કરવાની ચીમકી આપી છે.

મોરબી તાલુકાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ વીડિયો સંદેશ જાહેર કરીને મોરબી નગરપાલિકાના અધિકારીઓને સંબોધીને જણાવ્યું હતું કે, મોરબીમાં રખડતા ગૌવંશ એટલે કે ખુટિયા અને ગાયોનો લાંબા સમયથી ત્રાસ છે. આ ઢોરોના ત્રાસને કારણે જીવલેણ અકસ્માત પણ થાય છે. રસ્તા ઉપર બેઠેલા કે ઉભેલા ખુટિયાઓને કારણે લોકોને મહામૂલી જિંદગી ગુમાવી પડે છે. ઘણીવાર અકસ્માતમાં ગૌવંશ પણ મૃત્યુ પામે છે. તેમજ ટ્રાફિકજામ પણ થાય છે. આટલો બધો રઝળતા ઢોરનો ત્રાસ હોવા છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતું નથી. જો કે રોડ રસ્તા પરથી રઝળતા ઢોરને હટાવી લેવાનો સરકારનો આદેશને પાલિકા તંત્ર ગાંઠતું નથી. શહેરમાં એકપણ માર્ગ કે શેરી ગલી એવી નહિ બચી હોય જ્યાં રઝળતા ઢોર ન હોય.

- text

રઝળતા ઢોરને કારણે લોકોને ભારે હેરાન થવું પડે છે અવારનવાર આખલા યુદ્ધ પણ થાય છે અને લોકો ભયજનક સ્થિતિમાં મુકાઈ જાય છે જેથી આવનારી તા.1/11/2023 સુધી મોરબી નગરપાલિકા તંત્ર તમામ માર્ગો ઉપરથી આવા રઝળતા ઢોરને હટાવી યોગ્ય જગ્યાએ નહિ ખસેડે તો કરણી સેના નગરપાલિકા કચેરીને ઘેરાવ કરશે તેમજ નગરપાલિકા ખાતે અનશન ઉપર ઉતરી જશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

- text