ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષાર્થે આજે મોરબીમાં ભજન યોજાશે

- text


સદગત આત્માના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત કથામા ભજનનું આયોજન

મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં બનેલી ઝુલતા પુલની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માના મોક્ષાર્થે યોજાયેલ કથામાં આજે તારીખ 26 ઓક્ટોબર ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે એલઈ કોલેજ રોડ પર મહાપ્રભુજીની બેઠકની બાજુમાં ઝુલતા પૂલ પાસે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓની શાંતિ માટે ઝૂલતાપૂલના છેડે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં દરરોજ બપોરે 2.30 થી 6 સુધી દિવંગત આત્માના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું અજયભાઈ વાઘાણી, જગદિશભાઈ બાંભણીયા અને રાજેશભાઈ દવે દ્વારા કરાયું છે. આ કથામાં રત્નેશ્વરી દેવી કથા શ્રવણ કરાવી રહ્યા છે ત્યારે આજે રાત્રે 9 કલાકે કથા સ્થળે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે જેમાં કલાકાર સોનલબેન ઠાકોર, કિંજલબેન મકવાણા, પ્રકાશભાઈ ઠાકોર સહિતના કલાકારો પોતાની કલા રજૂ કરશે. આ ભજન કાર્યક્રમમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવા આવ્યું છે.

- text