ટંકારાના નવાગામ અને ઘુનડા વચ્ચે વાડીમાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના નવાગામ અને ઘુનડા (સ) વચ્ચે વાડી ખેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેનાર ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ બરાસરા ઉ.30 નામના યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપર તબીબે ધર્મેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હાલમાં ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

 

- text