હળવદના રાણેકપર ગામે ઝેરી દવા પી જનાર પરિણીતાનું સારવારમાં મૃત્યુ 

- text


હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે સંજયભાઇ ભીખાભાઇ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભાખા ગામે રહેતા ચકુબેન રામાભાઇ ભીલ ઉ.30 નામના પરિણીતાને રસોઈ બનાવવા બાબતે પતિ સાથે માથાકૂટ થતા મનમાં લાગી આવતા ગત તા.30 ઓગસ્ટના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલ હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text