મોરબીના ગુંગણ ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા ભવ્ય સન્માન કરાયું

- text


મોરબી : દેશના સીમાડા સુરક્ષિત રહે તે માટે માં ભોમની રક્ષા કરવા મોરબી જિલ્લાના નાના એવા ગામ ગુંગણના યુવાને આર્મી કેમ્પમાં જોડાઈને સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી ગામ તથા ચુંવાળીયા કોળી સમાજનું નામ રોશન કર્યું છે. ત્યારે ગામમાં આવેલ આ આર્મીમેનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાનું નાના એવા ગામમાં રહેતા બળદેવભાઈ સાતોલા, જે ખેત મજૂરી કરીને પોતાના દીકરા રવિભાઈ સાતોલાને માં ભારતીની રક્ષા કરવા માટે આર્મી કેમ્પમાં મોકલેલ છે. રવિ સાતોલા એ પણ પોતાની મહેનત અને ધગશથી સફળતાપૂર્વક આર્મી ટ્રેનિંગ પૂરી કરીને માદરે વતન ગુંગણ ગામે પરત આવતા સમાજના આગેવાનો તેમજ ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે ઉત્સાહ અને પ્રેરણા મળે તે માટે ગુંગણ ગામના શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપી સૌ યુવાનોને શિક્ષણમાં પ્રયત્નશીલ રહે અને મહેનત કરી અને આગળ વધે અને પોતાના ગામ અને તાલુકા જિલ્લાનું નામ દેશભરમાં રોશન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text

આ પ્રસંગમાં પ્રદેશ સહ મંત્રી ચુંવાળીયા કોળી સમાજના આગેવાન જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઈ સંખેશરીયા, નવઘણભાઈ સાતોલા, ગોપાલભાઈ સીતાપરાએ ગામ, જિલ્લા તથા ચુંવાળીયા કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

- text