હળવદની સરા ચોકડી પાસે વિદેશી દારૂ સાથે બે ઝડપાયા 

- text


હળવદ : હળવદની સરા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા આરોપી શેરમહમદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી અને સદામ ગુલમહમદ ભટ્ટી રહે.ચરાડવા કે.ટી. મીલ પાસે તા-હળવદ વાળાને પોલીસે અટકાવી તલાસી લેતા આરોપીઓના કબ્જામાંથી વાઈટલેસ વોડકાની 750 એમ.એલની એક તેમજ 180 એમએલની બે બોટલ મળી કુલ ત્રણ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 440 મળી આવતા હળવદ પોલીસે રૂપિયા 35,000ના બાઈક સહીત 35,440નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text