મોરબીમાં રીક્ષામાં દારૂ વેચવા નીકળેલ ત્રિપુટી હન્ડ્રેડ પાઇપરની બોટલ સાથે ઝડપાઇ 

- text


મોરબી : મોરબીના જેલ ચોક નજીક સીએનજી રીક્ષામાં વિદેશી દારૂ વેચવા નીકળેલી ત્રિપુટીને સીટી એ ડિવિઝન પોલીસે હન્ડ્રેડ પાઇપર બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ રીક્ષા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જેલ ચોક નજીકથી જીજે-36-યુ-2832 નંબરની સીએનજી રીક્ષા અટકાવી તલાસી લેતા રીક્ષામાંથી હન્ડ્રેડ પાઇપર બ્રાન્ડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 1500 સાથે આરોપી એજાજભાઈ રહેમાનભાઈ ચૌહાણ, તૌહીદભાઈ અજીતભાઈ ચૌહાણ અને ઈમરાનભાઈ સલીમભાઈ કટીયા ઝડપાઇ ગયા હતા.આ મામલે પોલીસે દારૂ વેચાણ માટે નીકળેલા ત્રણેય શખ્સને 1 લાખની રીક્ષા સહિત 1,01,500ના મુદામાલ સાથે ગિરફ્તમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text