મોરબીના ગાળા ગામના પાટિયા નજીક આઇસર હડફેટે બાઈક સવાર ઈજાગ્રસ્ત 

- text


મોરબી : મોરબી – માળીયા નેશનલ હાઇવે ઉપર ગાળા ગામના પાટીયા પાસે જીજે-14-ઝેડ-2067 નંબરના આઇસર ટ્રકના ચાલકે પોતાનો ટ્રક અચાનક વળાંક વાળી સામેથી આવતા ડબલ સવારી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલક હિતેશભાઇ પ્રભાતભાઇ સનુરા અને સાહેદ નિલેશભાઈ રહે.નાગડાવાસ ગામ વાળાને હાથ તેમજ પગમાં ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text