મોરબીના બંધુનગર નજીક ટ્રક ટ્રેલર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ટ્રેલર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં સીરામીક ફેકટરીમાં કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના આ બનાવ અંગે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં ઢુંવા ચોકડી નજીક રહેતા અજયકુમાર ઘુરારામ રાજભરએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેલર નંબર GJ-36-T-9859 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.29/09/2023ના રોજ રાત્રીના સમયે પોતે તેના જ ગામના સીરામીક ફેકટરીના કોન્ટ્રાકટર નિર્ભયકુમાર વિજેન્દ્રપ્રસાદ રાજભર સાથે માટેલ રોડ ઉપર આવેલ સીમોન્જા સીરામીક ફેક્ટરીથી ઘેર જતા હતા ત્યારે મકનસર સગાને મળી પરત ઢુંવા જતા હતા ત્યારે ટ્રક ટ્રેલર નંબર GJ-36-T-9859 ના ચાલકે બંધુનગર વીસનાળા પાસે નિર્ભયકુમારના GJ-10-BH-387 નંબરના બજાજ ડિસ્કવર બાઇકને પાછળથી હડફેટે લઈ રોડ ઉપર ઢસડતા બન્નેને ઈજાઓ પહોંચી હતી જેમાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન નિર્ભયકુમારનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલ મોરબી પોલીસે અજયકુમાર ઘુરારામ રાજભરની ફરિયાદને આધારે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text

- text