રામકથાથી દિવગંતોના આત્માને શાંતિ તો મળશે પણ ન્યાય મળશે ત્યારે જ આઘાતની કળ વળશે : અસરગ્રસ્તો 

- text


ઝૂલતાપૂલ દુર્ઘટનાના જવાબદારોને કડક શિક્ષા મળે એવી પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરતા અસરગ્રસ્ત પરિવારો

મોરબી : મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાના 135 મૃતકોના મોક્ષાર્થે આજથી પ્રખર રામાયણી મોરારીબાપુની આજથી રામકથા શરૂ થનાર છે. ત્યારે આ પુલ દુર્ઘટનાના દિવગંતો આ રામકથા વિશે કહે છે કે, અમારા સ્વજનો ગુમાવ્યાનું દુઃખ આજીવન રહેશે. જો કે રામકથામાં મૃતકોના આત્માને શાંતિ તો મળશે પણ ખરેખર આ દુર્ઘટનામાં અમને ઝડપી યોગ્ય ન્યાય મળશે ત્યારે જ અમારા આઘાતની કળ વળશે આથી ઝૂલતાપૂલ દુર્ઘટનાના જવાબદારોને કડક શિક્ષા મળે એવી પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના છે.

મોરબીના સામેકાંઠે આવેલ સોઓરડી પાછળના વરિયાનગરમાં રહેતા જગદીશભાઇ વશરામભાઈ મકવાણા કહે છે કે ઝૂલતાપૂલ દુર્ઘટનામાં નાનો ભાઈ અને એનો પુત્ર તેમજ મારો પુત્ર એમ ત્રણ સભ્યોને ગુમાવ્યા છે. અમારા દિવગંતોના આત્મની શાંતિ માટે રામકથા શરૂ થઈ એ બહુ સારી વાત છે. પણ યોગ્ય ન્યાય મળવો જરૂરી છે.. ઝડપથી યોગ્ય ન્યાય મળશે ત્યારે જ આ આઘાતની કળ વળશે અને સરકાર ઝડપી રીતે ન્યાય અપાવે એ જરૂરી છે. કોઈપણ દોષિત છટકી જવો ન જોઈએ, આ ઘટનામાં સંડોવયેલા મોટા માથાને પણ કડક સજા થવી જોઈએ, ન્યાય મળશે ત્યારે જ દિવગંતોના આત્માને શાંતિ મળશે એટલે પુભુ રામ સમક્ષ યોગ્ય અને ઝડપી ન્યાય મળે એવી પ્રાર્થના કરીએ છીએ.

- text

મોરબીના સામાકાંઠે આવેલા બૌદ્ધનગરમાં રહેતા રાજુભાઈ મૂછડીયાએ જણાવ્યું હતું કે, ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મેં મારા ત્રણ પુત્રો ગુમાવ્યા છે. આથી મારુ સર્વસ્વ લૂંટાય ગયું હતું. ઝૂલતાપૂલની દુર્ઘટનાના તમામ દિવગંતોના આત્માની શાંતિ માટે રામકથા યોજાઈ છે. ત્યારે ખરા અર્થમાં રામકથામાં 135 દિવગંતોના ફોટા રાખવા જોઈએ અને કથામાં ઉપસ્થિત તમામ લોકો એકીસાથે ભગવાનને પ્રાર્થના કરશે તો પ્રભુ રામ પણ યોગ્ય ન્યાય અપવાશે. જો કે ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મેં મારા ત્રણે ત્રણ પુત્રો ગુમાવી દેતા દુઃખનું આભ તૂટી પડ્યું હતો. આ દુઃખ જિંદગીભર રહેશે પણ પ્રભુએ હમણાં જ એક પુત્રની ભેટ આપી છે. પ્રભુએ સંતાનની ખોટ સાલવા દીધી નથી. આ રીતે ઈશ્વર અંમને જરૂર ન્યાય અપાવશે તેવી આશા અને દ્રઢ વિશ્વાસ છે. કરણે કુદરત કે ઘર મેં દેર હૈ અંધેર નહિ.

સોનલબેન ગઢવીએ જણાવ્યું હતું કે, ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મેં મારા ભાણી બા ગુમાવ્યા છે. મારા બેનની દીકરી આઈબાબેન ગઢવીને ઝૂલતાપૂલ દુર્ઘટનાનો કાળ ભરખી ગયો હતો. મારા બેનના પરિવારમાં સાત ભાઈઓની એકની એક જ બહેન હતી એટલે આખા પરિવારમાં આઘાત છે. રક્ષાબંધને આ સાતેય ભાઈઓના રાખડી વગર હાથ સુના રહ્યા હતા. મારા બેનનો નેનો દીકરો તો રક્ષાબંધને રોઈ રોઈને અડધો થઈ ગયો હતો. અમે પરિવારજનો રામકથામાં જશું અને યોગ્ય ન્યાય મળે તેવી પ્રાર્થના કરીશું, જો કે અમારી સાથે કથામાં ઉપસ્થિત તમામ લોકો સાચા દિલથી કરુણાભાવ દર્શાવી ઈશ્વરને પ્રાર્થના કરશે તો અમને ચોક્કસ ન્યાય મળશે.

- text