હરસ, મસા, ફિશર અને ભગંદર માટે સોમવારથી સતત ત્રણ દિવસ ફ્રી નિદાન કેમ્પ

શાશ્વત હોસ્પિટલમાં નિષ્ણાંત ડો. મલય બરાસરાનું સેવાકીય આયોજન : ક્ષારસૂત્ર પદ્ધતિથી ઓપરેશનની સુવિધા : પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોના પણ સ્પેશિયાલિસ્ટ 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હરસ, મસા, ફિશર અને ભગંદરની શ્રેષ્ઠ સારવાર આપતી શાશ્વત હોસ્પિટલમાં સોમવારથી સતત ત્રણ દિવસ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કેમ્પનો અચૂકપણે લાભ લેવા જેવો છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર કોટક મહિન્દ્રા બેંકની પાછળ લહેરૂ લેબની સામે સમર્પણ ઇમેજિંગ સેન્ટરમાં પાંચમા માળે શાશ્વત હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં ડો.મલય બરાસરા – Consultant Proctologist & Anorectal Surgeon – B.A.M.S ( GAU ) F.A.R.S.K (SAAN) સેવા આપી રહ્યા છે. તેઓ હરસ, મસા, ફિશર, ભગંદરના નિષ્ણાંત અને અનુભવી તબીબ છે.

અહીં ક્ષારસૂત્ર પદ્ધતિથી વારંવાર થતા ભગંદરની જળમૂળથી સારવાર કરવામાં આવે છે. નાસુરની પણ આધુનિક પદ્ધતિથી સારવાર થાય છે. અહીં પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોમાં પણ સાચી સલાહ અને સારવાર મળે છે. હરસ- મસા માટે અમેરિકન અને જર્મન પદ્ધતિથિ રિંગ ચડાવીને સારવાર કરવામાં આવે છે. કપાસી તથા શરીર પરના મસાની પણ સચોટ સારવાર કરવામાં આવે છે.

આધુનિક સુવિધાથી સંપન્ન અને પ્રાચીન આયુર્વેદની પરંપરાનો સમન્વય કરતી હરસ, મસા, ફિશર અને ભગંદરની સારવાર આ હોસ્પિટલમાં તા.2, 3 અને 4ના રોજ ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. હોસ્પિટલનો સમય સવારે 9:00 થી 1:00 અને સાંજે 4: 00 થી 7:00નો છે. આ કેમ્પનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

કેમ્પ તા. 2, 3 અને 4 ઓક્ટોબર 

સ્થળ : શાશ્વત હોસ્પિટલ

પાંચમો માળ, સમર્પણ ઈમેજીંગ સેન્ટર,

કોટક મહિન્દ્રા બેંકની પાછળ,

શનાળા રોડ,મોરબી

મો.નં.70164 05506