કષ્ટભંજન દેવ મંદિરે યોજાનાર શતામૃત મહોત્સવનું આમંત્રણ આપવા શનિવારે રથ વાંકાનેર પહોંચશે

- text


વાંકાનેર : કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા 16 થી 22 નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાદાનો આમત્રંણ રથ વાંકાનેર શહેરમાં આવતીકાલે તારીખ 30 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે ગાયત્રી મંદિર ખાતે આવશે.

- text

આ તકે ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલ તથા ગાયત્રી પરિવારના સૌ ભાવિક ભક્તજનો કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું પૂજન અને મહાઆરતીનો લ્હાવો લેશે. ત્યારબાદ ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા દાદાનું પૂજન, આરતી કરવામાં આવશે. તેમજ પ્રતાપચોક ગરબી મંડળ દ્વારા પૂજન આરતી કરવામાં આવશે. ત્યારબાદ માર્કેટચોક ખાતે દાદાનું પૂજન, આરતી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવશે. ચાવડી ચોક ખાતે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દાદાનું પૂજન, મહાઆરતી કરવામાં આવશે. તેમજ વિશ્વકર્મા મંદિર, જીનપરા ખાતે દાદાનું પૂજન થશે. આ ઉપરાંત બાલાજી મંદિર- જીનપરા ખાતે બાલાજી યુવક મંડળ દ્વારા દાદાનું પૂજન, આરતી કરવામાં આવશે. વાંકાનેર હાઇવે-જીનપરા ખાતે સંસદસભ્ય કેસરિદેવસિંહ ઝાલા તથા તેમની ટીમ દ્વારા દાદાનું પૂજન, આરતી કરવામાં આવશે. વાંકાનેર શહેરમાં આવતીકાલે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના આમત્રંણ રથનું આગમન થવાનું હોય ભાવિકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. વાંકાનેર શહેરમાં નાની બઝારમાં પણ વેપારી ભાઈઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવશે. વાંકાનેર શહેરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના રથનું આગમન થવાનું હોય વાંકાનેર શહેરના ભાવિક ભક્તજનોને દાદાના દર્શન અને પૂજા, આરતીનો લાભ લેવા ગાયત્રી શકિત પીઠ, ગાયત્રી મંદિર, વાંકાનેરના મહંત અશ્વિનભાઈ રાવલ તથા ગાયત્રી પરિવાર દ્વારા ભાવભર્યું પાઠવાયું છે.

- text