ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના ચીફ પેટ્રોનના જન્મદિવસ નિમિત્તે સાક્ષરતા વીકની ઉજવણી કરાઈ 

- text


મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબના ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવી હતી.

ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા મોરબી શહેરના આર્થિક રીતે નબળા પરિવારના 30 જેટલા બાળકોને નિ:શુલ્ક CCC નો કમ્પ્યુટરનો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાએ ક્લબ વતી હિતેશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી તેમજ પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ કમ્પ્યુટર ક્લાસના હીનાબેન પરમાર અને પ્રોજેક્ટના દાતા દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાનીનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ક્લબના બધા મેમ્બર્સે સાથે મળી કેક કટીંગ કરી ચીફ પેટ્રોનના જન્મદિવસની ઉજવણી કરી હતી.

- text

- text