મોરબી હિન્દુ યુવા વાહિનીના જીલ્લા અધ્યક્ષને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ એનાયત કરાયો

- text


મોરબી : ઈન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન ધર્મ યાત્રા મહાસંઘ જેવી સંસ્થા તથા આયોજન સમિતિ દ્વારા મોરબીના હિન્દુ યુવા વાહિનીના જીલ્લા અધ્યક્ષ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશભાઈ બોરીયાને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર-2023 એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના દિનેશભાઈ રામજીભાઈ લોરીયા, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઇ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ સહીતના ગૌરક્ષકોને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર-2023 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

- text