ગોલમાલ ! હળવદ નગરપાલિકાએ 39 વર્ષથી હિસાબો જ રજૂ નથી કર્યા

- text


રાજ્યની 156 પૈકી 60 ટકા નગરપાલિકાઓ હિસાબ આપવામાં નાપાસ : માળીયા પાલિકા પણ શહેરી વિકાસ વિભાગના નિશાને 

મોરબી : નાગરિકોને સફાઈ, પાણી, રોડ રસ્તા, વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉણી ઉતરેલી નગરપાલિકાઓ સરકારને સમયસર નાણાકીય હિસાબો પણ આપતી ન હોવાની ચોંકાવનારી વિગતો લોકલ ઓડિટફંડના રિપોર્ટમાં બહાર આવી છે, લોકલ ઓડિટ ફંડની કચેરીના રિપોર્ટ મુજબ રાજ્યની 156 પૈકી 60 ટકા નગરપાલિકાઓ હિસાબ આપવામાં નાપાસ થઇ છે, ચોંકાવનારી વાત તો એ છે કે મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકાએ છેલ્લા 39 વર્ષથી હિસાબો આપ્યા નથી એજ રીતે માળીયા નગરપાલિકા પણ હિસાબો આપવામાં નિશાન ઉપર આવી છે.

- text

રાજ્યના શહેરી વિકાસ વિભાગના રિપોર્ટ મુજબ રાજ્યની 156 પૈકી 60 ટકા નગરપાલિકાઓ હિસાબ રજૂ ન કર્યા હોય કડક પગલાં ભરવા ભલામણ કરવામાં આવી છે. વધુમાં લોકલ ઓડિટ ફંડની કચેરીના રિપોર્ટ મુજબ મોટાભાગની નગરપાલિકાઓમાં હિસાબી ગોટાળા, ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓના અનેક કિસ્સાઓ વચ્ચે મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકા દ્વારા 39 વર્ષથી હિસાબો રજૂ કર્યા ન હોવાનું તેમજ માળીયા મિયાણા નગર પાલિકા દ્વારા સમયસર હિસાબો રજૂ કરવામાં ન આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

- text