જય અલખધણી : રામદેવજી મહારાજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

- text


સરંભડા ગામે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના આગેવાનો હાજર રહ્યા

હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે આજે નવનિર્મિત શ્રી રામદેવજી મહારાજના મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સાથે જ આ પ્રસંગે ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આજે મંગળવારે હળવદ તાલુકાના સરંભડા ગામે સમસ્ત ગામ દ્વારા શ્રી રામદેવપીર મહારાજના નવનિર્મિત મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે જ મૂર્તિની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.તેમજ સમસ્ત ગ્રામજનોએ એક સાથે મહાપ્રસાદ લીધો હતો અને આજે રાત્રે રામદેવપીરના આખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધર્મપ્રેમી જનતાએ હાજર રહેવા શ્રી સરંભડિયા દાદા રામામંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી રામદેવજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગોરીયા,તાલુકા ભાજપના મહામંત્રી ભરતભાઈ ઠાકોર તેમજ વલ્લભભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

- text

36 લાખના ખર્ચે બનનાર સ્કૂલના ઓરડાનું ધારાસભ્ય વરમોરાએ ખાતમુહૂર્ત કર્યું

આજે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સરંભડા ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા તેની સાથે સાથે ગામમાં આવેલ પ્રાથમિક શાળાના રૂપિયા 36 લાખના ખર્ચે બનનાર ઓરડાનું તેઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે જ શાળાના જ્ઞાનકુંજના ક્લાસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

- text