હળવદનું નવું અને જૂનું ઇશનપુર ગામ સંપર્ક વિહોણું

- text


બન્ને ગામ વચ્ચે આવેલ વોકળો બે કાંઠે વહયો

હળવદ : હળવદમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થયા બાદ સતત વરસાદથી મુશ્કેલી થોડી ચિંતાજનક બની છે. જેમાં હળવદમાં વોકળો બે કાંઠે વહેતા નવું અને જૂનું ઇશનપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

હળવદ નવા ઇશનપુર ગામમાં 2500ની અને જૂના ઇસનપુર ગામમાં 1500ની વસ્તી છે. દરમિયાન આજે ભારે વરસાદથી ગામના વોકળા ઉપરથી માથોડા સમાણુ પાણી પસાર થતા આ બન્ને ગામોમાં પાણી ઘુસી ગયા છે. આથી આ બન્ને ગામો સંપર્ક વિહોણું થઈ ગયા છે. ગામમાંથી બહાર કે અંદર કોઈ આવી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી આ ગામોમાંથી સવારે બાળકો સ્કૂલે બસમાં ગયા હોય બપોરે છૂટ્યા બાદ પરત આવવા માટે જોખમ ન થાય તે માટે વોકળાના પાણીમાં ટ્રેકટરમાં બાળકોને બેસાડીને ગામમાં લાવવામાં આવશે.

- text

- text