ગાળા નજીક ફેકટરીમાં મુશ્કેલ સ્થિતિમાં આગ બુઝાવતી મોરબી ફાયર ટીમ

- text


મોરબી : મોરબીના ગાળા ગામ નજીક આવેલ ફેકટરીમાં ગઈકાલે રાત્રે આગ લાગતા મોરબીના ફાયર બ્રિગેડના જવાનોએ મુશ્કેલ સ્થિતિમા પણ પાંચ કલાક સુધી કામ કરી આગ બુઝાવી મોટી દુર્ઘટના ટાળી હતી.

મોરબી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ફાયર કંટ્રોલરૂમમાં માળીયા હાઇવે ઉપર ગાળા – સાપર પાસે આવેલ બ્લુઝોન લિમિટેડ કંપનીમાં આગ લાગી હોવાનો કોલ મળતા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

વધુમાં ફાયર ટીમે જોતાં શોર્ટસર્કિટ કારણે ટાઇલ્સ મશીનના ડિસ્પ્લેમાં આગ લાગેલ હતી અને ધૂમાડો વધારે હોવાને કારણે સ્મોક ઇજેક્ટર (ધુમાડો દૂર કરવાનું મશીન) દ્વારા કામગીરી કરી આગ ઉપર પાંચ કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવેલ હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.

- text

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્ટેટ ફાયરમાંથી ભરતી થઈ આવેલા 15 જવાન મોરબી જિલ્લાને કોઈપણ કટોકટી દરમિયાન ઇમર્જન્સીમાં રિસ્પોન્સ કરે છે. પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે અને છેલ્લા ચાર દિવસથી સતત મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે, છેલ્લા ચાર દિવસમાં ત્રણ ડેડબોડી કોલ અને બે ફાયર કોલમાં સફળતાપૂર્વક કામ કરી બતાવ્યુ હતું.

- text