વાંકાનેર અને ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરો : કોંગ્રેસ

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકાનાં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરી મળવાપાત્ર સહાય આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતીએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતીએ આવેદનમાં જણાવ્યું હતું કે,ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરિટીની વેબસાઈટ પ્રમાણે વાંકાનેર તાલુકામાં તા. ૧/૯/૨૦૨૩ના રિપોર્ટ પ્રમાણે મૌસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલો છે. જેથી સપષ્ટ છે કે વાંકાનેર તાલુકામાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધીના સમયગાળામાં પાછલા સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ નથી થયો, જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે. તેથી વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવે છે, તથા જો પાક નુકશાની થઈ હોય તો તે ખેડૂતો સહાય મેળવવા માટે યોગ્ય ઠરે છે.

- text

જ્યારે ટંકારા તાલુકામાં તા. ૧/૯/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી. નોંધાયેલો છે. જેથી સપષ્ટ છે કે ટંકારા તાલુકામાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધીના સમયગાળામાં પાછલા સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ નથી થયો. તેમજ અન્ય તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતિ છે. જે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે. તેથી જીલ્લાનાં બધાજ તાલુકાઓ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવે છે, તથા જો પાક નુકશાની થઈ હોય તો તે ખેડૂતો સહાય મેળવવા માટે યોગ્ય ઠરે છે.

- text