ઇસરોની અવકાશી છલાંગ, આદિત્ય એલ વને ડેટા મોકલવાનું શરૂ કર્યુ

પૃથ્વીથી 50 હજાર કિલોમીટર સૂર્યના કિરણો માપવાનું શરૂ

મોરબી : ચન્દ્રયાન-3ની સફળતા બાદ તુરત જ સૂર્ય ઉપર સંશોધન માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 દ્વારા પોતાનું કામ શરૂ કરાયું છે, ઇસરોની આકાશી છલાંગની ગવાહી આપતા આદિત્ય મિશનમાં સૂર્યના મહત્વના ડેટા મોકલવાનું શરૂ થયું છે.

ઇસરોએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર સતાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, આદિત્ય-L1 એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. STEPS ઇન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી 50,000 કિમીથી વધુ અંતરે સુપ્રા-થર્મલ અને એનર્જેટિક આયનો અને ઇલેક્ટ્રોનને માપવાનું શરૂ કર્યું છે. આ ડેટા વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. ઊર્જાસભર કણોના વાતાવરણમાં વિવિધતા દર્શાવે છે, જે એક એકમ દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યા હોવાનું અંતમાં જણાવાયું હતું.