મોરબીના લગધીરપુર રોડ ઉપર તસ્કરોનો તરખાટ, પાંચ દુકાનો તોડી

- text


અંબિકા મિલ્ક માર્કેટિંગ દુકાનમાંથી 20 હજાર રોકડા ગયા, એક મોબાઇલની દુકાન સહિત અન્ય ત્રણ દુકાનોમાં પણ ચોરી

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર ગઈકાલે તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે પાંચથી વધુ દુકાનોમાં શટર ઉચકાવી રોકડ સહિતની માલમતાની ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

મોરબીના લગધીરપુર રોડ ઉપર અંબિકા મિલ્ક માર્કેટિંગ નામની દુકાન ધરાવતા બળવંતભાઈ વામજાના જણાવ્યા મુજબ ગતરાત્રીના લગધીરપુર રોડ ઉપર આવેલ તેમની દુકાનમાં તસ્કરોએ શટર ઉચકાવી ચોરીને અંજામ આપી દુકાનમાં રહેલા 20 હજાર રોકડની ચોરી કરી હતી. આ ઉપરાંત તેમની બાજુમાં આવેલ અન્ય એક મોબાઈલ શોપમાં પણ તસ્કરોએ 1500ની રોકડની તેમજ અન્ય માલમતાની ચોરી કરવાની સાથે લગધીરપુર ચોકડીએ પણ ત્રણ દુકાનોના તાળા તોડયા હોવાનું જાણવા મળે છે.

- text

- text