આંતર કોલેજ યોગ સ્પર્ધામાં મોરબી નવયુગ કોલેજની યોગ ટીમ વિજેતા બની

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આંતર કોલેજની રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. જે અંતર્ગત ગત તા. 10ના યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી નવયુગ કોલેજની યોગ ટીમ વિજેતા બની હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આ યોગ સ્પર્ધામાં ટીમ ઈવેન્ટમાં મોરબીની નવયુગ કોલેજની ટીમ ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બની હતી. તેમજ વ્યક્તિગત સ્પર્ધાઓમાં અઘારા તન્વીએ દ્વિતિય ક્રમ, ભાલોડીયા મનસ્વીએ ચતુર્થ ક્રમ અને કૈલા બંસીએ પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા વિજેતા સ્ટુડન્ટ્સ અને કોચને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text