ટંકારા પોલીસ સ્ટેશનમાં એન્ટી ડ્રગ સેમિનાર યોજાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ઔદ્યોગિક એકમોના માલિકોની તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં એન્ટી ડ્રગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવા પેઢી નશીલા પદાર્થોથી મુક્ત રહે તેવા હેતુ સાથે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે એન્ટી ડ્રગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડ્રગ્સથી શરીરમાં થતી નુકસાની અંગેની માહિતી આપી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત સાયબર ક્રાઈમ તથા 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર વિશે પણ માહિતી અપાઈ હતી અને જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો.

- text

- text