માટલા ઉપર માટલું ! દેવપગલી કાલે મોરબીના ક્રિષ્ના લોકમેળાના મહેમાન બનશે

- text


મોરબી : મોરબીના યંગ ઈન્ડીયા ગૃપ દ્વારા કંડલા હાઈવે પર આવેલા કામધેનું પાર્ટી પ્લોટની બાજુમાં ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જનમાષ્ટમીના તહેવાર નિમિત્તે હજારો લોકો આ લોકમેળાની મજા માણવા આવે છે ત્યારે ખાસ મોરબીના લોકો માટે યંગ ઈન્ડીયા ગૃપ દ્વારા તા. 13 ને બુધવારે માટલા ઉપર માટલું ગીત ફેઈમ કલાકાર દેવપગલીને મોરબીના મહેમાન બનાવવામાં આવનાર છે, આ લોકમેળાનો આનંદ માણવા અને દેવપગલીનો કાર્યક્રમ માણવા મોરબી તેમજ આસપાસની જનતાને ઉપસ્થિત રહેવા યંગ ઈન્ડીયા ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text