દીકરી જન્મ બાદ પતિ સહિતના સાસરિયાઓનો પરિણીતા ઉપર સિતમ 

- text


ચારિત્ર્ય ઉપર શંકા કરવાની સાથે કરિયાવર બાબતે ત્રાસ આપી પરિણીતાને કાઢી મુકતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ 

મોરબી : મોરબીમાં જ પિયર અને સાસરિયું ધરાવતી પરિણીતાને સંતાનમાં દીકરીનો જન્મ થયા બાદ દીકરાની લાલસામાં પરિણીતાને હેરાન પરેશાન કરી કરીવાર અને ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી ચારિત્ર્ય અંગે શંકા કરી પરિણીતાને કાઢી મુકતા પરિણીતાએ અભયમ હેલ્પ લાઈનની મદદ લીધા બાદ મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા મામલે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબીના ન્યુ હાઉસીંગ બોર્ડ શનાળા રોડ ખાતે માવતરના ઘેર રહેતા ચાર્મીબેન વિશાલભાઇ રાચ્છ નામના પરિણીતાએ સત્યમ પાન વાળી શેરી યદુનંદન -19માં રહેતા પતિ વિશાલભાઇ કીરીટભાઇ રાચ્છ, સસરા કીરીટભાઇ રતીલાલ રાચ્છ, સાસુ મીનાબેન કીરીટભાઇ રાચ્છ અને જૈન સોસાયટી, જી.જી હોસ્પીટલની પાછળ જામનગર ખાતે રહેતા નણંદ સોનલબેન વિપુલભાઇ કારીયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2016માં તેમના લગ્ન થયા બાદ સંતાનમાં પુત્રીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓ દીકરાની લાલસામાં હેરાન પરેશાન કરતા હતા.

- text

વધુમાં દીકરીના જન્મ બાદ તબિયત ખરાબ રહેતી હોવા છતાં ઘરકામ કરાવી કરિયાવર બાબતે પતિ સહિતના સાસરિયાઓ મેણાંટોણાં મારવાની સાથે ત્રાસ આપતા હોવાનું અને પતિ શંકા વહેમ કરી હેરાનગતિ કરતા હોય અને સાસુ, સસરા અને નણંદ પતિને ચડામણી કરતા હોવાથી ગત તા.4 ઓગસ્ટના રોજ પતિએ ઘરમાંથી કાઢી મુક્ત ચાર્મીબેને 181 મહિલા હેલ્પલાઇનની મદદ પણ લીધી હતી અને સમાજરાહે સમાધાનના પ્રયાસ કરવા છતાં સમાધાન ન થતા અંતે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 498(ક), 323, અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text