મોરબીના ટીંબડી પાટીયા નજીક ટ્રક હડફેટે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી -માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટીયા નજીક સતનામ કાંટા સામે અશોક લેલન્ડ ટ્રક નંબર GJ-21-W-7711ના ચાલકે પોતાનો ટ્રક પૂર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી GJ-36-AG-8562 નંબરનું બાઈક લઈને જઈ રહેલા શીવાભાઇ કરશનભાઇ ચૌહાણ ઉ.35 નામના યુવાનને ટક્કર મારી હડફેટે લેતા કમ્મરના તથા બન્ને પગમા તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા શિવભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.આ ગમખ્વાર અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના નાનાભાઈ હિતેશભાઇ કરશનભાઇ ચૌહાણ, રહે.ખોડીયાર માતાના ચોક પાસે ઇન્દીરાનગર મોરબી વાળાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text