મોરબીમાં તસ્કરો સ્મશાનમાં ચોરી કરી ગયા, ચોકીદારનો મોબાઈલ -રોકડ રકમ ગઈ 

- text


મોરબી : મોરબીની યમુના સોસાયટી નજીક આવેલ સ્મશાનમાં તસ્કરો ચોરી કરવા ઘુસી ચોકીદારનો મોબાઈલ અને રોકડ રકમ લઈ જવાની સાથે સ્મશાનની પાણીની મોટર પણ ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબીના રોહિદાસ પરામાં રહેતા દેવજીભાઇ ગોરાભાઇ મકવાણાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે યમુના સોસાયટી નજીક આવેલ સ્મશાનમાંથી અજાણ્યા તસ્કરો સ્મશાનના ચોકીદાર સંદીપભાઈનો મોબાઇલ ફોન, 11 હજાર રોકડા અને સ્મશાનની પાણીની મોટર કિંમત રૂપિયા 3000 મળી કુલ રૂપિયા 24000ની માલમતા ચોરી કરી જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text