શાકભાજી સુધારતી વખતે હાર્ટ એટેક આવતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબીના પાનેલી રોડ ઉપર આવેલી સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સની ઘટના  

મોરબી : આજકાલ હાર્ટ એટેકના બનાવો વધ્યા છે ત્યારે મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં લેબર ક્વાટર્સમાં શાકભાજી સુધારતી વેળાએ શ્રમિક યુવાનને અચાનક હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ આર્ગિલ સીરામીક કંપનીમા લેબર કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની તપનભાઈ મહાપાત્ર ઉ.41 નામના યુવાન ગઈકાલે પોતાના લેબર ક્વાટર્સમાં શાકભાજી સુધારી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમના મિત્ર સુભાષભાઇ મલીક મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા જ્યાં તબીબોએ હાર્ટ એટેકને કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવી મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text