રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં યોજાતા 72 લોકમેળામાં SHE Team તૈનાત

- text


મોરબી : જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ રેન્જના 5 જિલ્લામાં કુલ 72 જેટલા નાના-મોટા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મેળામાં આવતા લોકોની સુરક્ષાને લઈને SHE Team તેમજ પુરતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓ જેમાં દ્વારકા જિલ્લામાં-02, જામનગર જીલ્લામાં-06, મોરબી જીલ્લામાં-09, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં- 29, સુરેન્દ્રનગર જીલ્લામાં-26 એમ કુલ નાના-મોટા 72 લોકમેળામાં યોજાવાના છે. મોટા અને સેન્સેટીવ લોક મેળાઓમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમજ નાના લોક મેળાઓમાં સર્કલ પોલીસ ઈન્સપેકટર તથા થાણા અધિકારીઓનો કેમ્પ રાખવામાં આવશે. તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઈન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. તમામ લોકમેળામાં બાળકો, મહિલાઓ તથા સીનીયર સીરીઝનો માટે SHE Team તૈનાત રાખવામાં આવી છે. પીક પોકેટરો, ચેઈન સ્નેકર તથા આવારા તત્ત્વો ઉપર લગામ કરવા માટે એલ. સી. બી., એસ. ઓ. જી. તથા સ્થાનિક ડી સ્ટાફના કર્મચારીઓ ખાનગી કપડાઓમાં ફરજ બજાવશે. તમામ લોકમેળાઓમાં લોકો રજૂઆત, ફરીયાદ કરી શકે તે હેતુથી તંબુની વ્યવસ્થા ગોઠવી તેઓની રજૂઆત/ફરીયાદોનો તાત્કાલિક નીકાલ કરવા ટીમો રાખવામાં આવી છે.

- text

- text