ફક્ત મહિલાઓ માટે ! મોરબીમાં શીતળા સાતમે માત્ર મહિલાઓનો મેળો ભરાયો

- text


મહિલાઓ શીતળા માતાના દર્શન કરી માનતાઓ પૂર્ણ કરીને પરિવારના મંગલમયની કામના કરી

મોરબી : મોરબીના શીતળા માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ આજે સાતમનો માત્ર મહિલાઓ માટે મેળો ભરાયો હતો. સાદગીપૂર્ણ રીતે આ મેળો યોજાયો હતો. મહિલાઓએ શીતળા માતાના દર્શન કરી માનતાઓ પૂર્ણ કરીને પરિવારના મંગલમયની કામના કરી હતી.

મોરબીના દરબાર ગઢ પાસે આવેલા વર્ષો પુરાણા શીતળા માતાજીના મંદિરે દર વર્ષે સાતમનો માત્ર મહિલાઓ માટે એકદમ સદાય પૂર્વક મેળો ભરાય છે. વર્ષોથી એકદમ સદાય પૂર્વક અહીં માત્ર મહિલાઓનો જ મેળો ભરાય છે. ખાસ કરીને મહિલાઓને શીતળા માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી સાતમના દિવસે મહિલાઓ આ મંદિરે ઉમટી પડે છે. શ્રદ્ધાપૂર્વક શીતળા માતાજીના દર્શન કરીને પોતે બાળકો માનેલી માનતાઓ પૂર્ણ કરે છે. બાદમાં મહિલાઓ પોતાના બાળકોને ફજેત ફળકાની મોજ કરાવે છે. આ રીતે એક્દમ સદાય પૂર્વક અહીં મેળો વર્ષોથી ભરાઈ છે. આથી આજે શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ માતાજીના દર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. મહિલાઓએ આજે શીતળા માતાજીના મંદિરે આવી માતાજીના દર્શન કરી માતાજીને ફૂલેર, નેણ, આંખો અને શ્રીફળ અર્પણ કરી પોતાના બાળકો સહિત પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. તેમજ પોતાના બાળકોને મંદિર બહાર સદાયથી ભરાતા મેળા એટલે ફજેત ફાળકા સહિતના મનોરંજનના સાધનોની મોજ કરાવી હતી. આ મેળામાં હજારોની સંખ્યામાં મહિલાઓ બાળકો સાથે ઉમટી પડી હતી અને શીતળા માતાજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.

- text

- text