મોરબીના વોર્ડ નં 10 માં રૂ.1.15 લાખના સ્વખર્ચે રોડ રિપેર કરાવતા યુવા અગ્રણી

- text


મોરબી : મોરબીના યુવા આગેવાન અજય લોરીયા અને સોસાયટી દ્વારા નગરપાલિકાના વોર્ડ નં 10 માં આવતા 1.15 લાખના સ્વખર્ચે રોડ રિપેર કરાવ્યો છે.

મોરબીના કેનાલ રોડ પર આવેલ દર્પણ – અને શિવ પાર્ક સોસાયટીમાં આશરે 800 મકાનો અને 5000 જેટલા લોકો રહે છે ત્યાં રોડની હાલત અત્યંત દયનિય હોવાથી અનેક વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી હતી. આથી સેવાભાવી યુવાન અજય લોરીયા અને સોસાયટીના રહીશો દ્વારા સહિતના દ્વારા 1.15 લાખનો ખર્ચ કરી અને ત્યાં ખાડાઓમાં ડામર પાથરી ત્યાં ચાલવા યોગ્ય રસ્તો બનાવ્યો હતો. આથી સ્થાનિક લોકોને રાહત થઈ છે.

- text

- text