પાકિસ્તાની હિન્દૂ શરણાર્થીઓને નાગરિકત્વ માટે યોગ્ય કરવાની ધારાસભ્યોની ખાતરી

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રકાશ વરમોરા અને જીતુભાઈ સોમાણીએ પાકિસ્તાનથી આવેલા 45 હિન્દૂ નાગરિકોની મુલાકાત લીધી

મોરબી : મોરબીમાં આવેલા પાકિસ્તાનના હિન્દૂ શરણાર્થીઓની આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રકાશ વરમોરા અને જીતુભાઈ સોમાણીએ મુલાકાત લીધી હતી અને આ ત્રણેય ધારાસભ્યોએ હિન્દૂ શરણાર્થીઓને કાયમી નાગરિકત્વ મળે તે માટે સરકારમાં રજુઆત કરી યોગ્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે.

પાકિસ્તાનથી હરિદ્રાર વિઝા ઉપર આવેલા 45 હિન્દૂ પરિવારો થોડા સમય પહેલા મોરબી આવ્યા બાદ આ સ્ત્રી બાળકો સાથેના 45 હિન્દૂ પરિવારોને હાલ પૂરતો સામાકાંઠે આવેલ ઠાકોર કોળી સમાજની વાડી ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ હિન્દૂ પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હિન્દૂ પરિવારોએ મોરબીમાં રહેવા તેમજ આશરો અને રોજગાર આપવા તેમજ ભારતનું કાયમી નાગરિકત્વ મળે તેવી માંગણી કરી હતી. દરમિયાન મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા દ્વારા પાકિસ્તાનથી ભારતમાં આવેલ શરણાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ તેઓને કાયમી ભારતનું નાગરીત્વ મળે ઉપરાંત તેઓને રોજગાર તેમજ બાળકોને શિક્ષણની પણ વ્યવસ્થા મળી રહે તે અંગે ત્રણેય ધારાસભ્યો દ્વારા સરકારને યોગ્ય રજુઆત કરવામાં આવશે તેની ખાત્રી આપી હતી.

- text

- text