શાળાકીય એથ્લેટીકસ રમતમાં સ્વામિનારાયણ ગુરુકુલનો દબદબો

- text


મોરબી : 67મી શાળાકીય SGFi એથ્લેટીકસ રમતમાં મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલનો દબદબો જોવા મળ્યો છે. ગત તા. 31 8 2023ના રોજ 67મી SGFI શાળાકીય રમતમાં તાલુકા કક્ષાની એટલેટીક્સ રમત રમાઈ હતી.તેમાં અન્ડર 14 અંડર 17 અંડર 19 કેટેગરીમાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો હતો.

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ અંડર 14 માં 100 મીટર 200 મીટર ઊંચી કુદ લાંબી કુદ ગોળા ફેંક ભાગ લીધો હતો. જેમાં સોઢા હરીસિંહ રાઠોડ મયંક અને પેથાપરા શ્યામ પ્રથમ દ્વિતીય નંબર મેળવેલ છે. અન્ડર 19માં 100 મીટર 200 મીટર અને 400 મીટર ચક્ર ફેક ઉંચી કુદ લાંબી કુદછી ફેકમાં ભાગ લીધો હતો અને ખોડા હર્ષ છાંગા પાર્થ વઘાસીયા ઓમ પેથાપરા વ્રજ કંટેસરિયા ઋષિ દરમિયાન પ્રથમ નૃત્ય અને તૃતીય નંબર મેળવી તેમજ જિલ્લા કક્ષાની રમતમાં ચેસ અને સ્કેટિંગ રમતમાં પણ બીજો અને ત્રીજો નંબર મેળવ્યો છે.

સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક ક્ષેત્રની સાથે દરેક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વિદ્યાર્થીઓને રમત ગમતમાં સ્પોર્ટ શિક્ષક દંતેશ્વરીયા પ્રવીણભાઈએ પ્રેક્ટિસ અને માર્ગદર્શન આપ્યું હતું. આ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા બદલ સંત નિર્ગુણ જીવનદાસજી તથા ગુણસાગર સ્વામી આચાર્ય ચારોલા અલ્પેશ, કેમ્પસ ડાયરેક્ટર જીગ્નેશભાઈ કલસરિયાએ આ બધા જ વિદ્યાર્થીઓને સુભાષિત પાઠવી પ્રોત્સાહિત કર્યા છે.

- text

- text