હળવદ : દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ટિચિંગ-લર્નિંગ મટીરીયલ કીટનું વિતરણ

- text


હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામના દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા વિકાસ વિદ્યાલય ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટિચિંગ-લર્નિંગ મટીરીયલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગઈકાલે તારીખ 31 ઓગસ્ટના રોજ વિકાસ વિદ્યાલય ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ અંતર્ગત મનોદિવ્યાંગ, બૌદ્ધિક અક્ષમ 46 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટિચિંગ-લર્નિંગ મટીરીયલ કીટ આપવામાં આવી હતી. આ કીટમાં મોબાઈલ ફોન, વજનકાંટાથી લઈને વિદ્યાર્થીઓ ઘરે બેઠાં અભ્યાસ કરી શકે તે પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી. આ કીટના વિતરણમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજકોટથી નેશનલ ટ્રસ્ટ બોર્ડના સભ્ય પૂજાબેન પટેલ, નવી મુંબઈથી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ પર્સન વિથ ઈન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટીસ (દિવ્યાંગ)ના ડો. વસીમ અહમદ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશનના પ્રમુખ જયંતિભાઈ ચૌહાણ અને હરિભાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કીટ ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તમામ 46 વિદ્યાર્થીઓને 100 – 100 રૂપિયા ભેટ આપવામાં આવી હતી.

- text

- text