વાંકાનેરના હસનપરમાં વાડીમા ધમધમતું જુગારધામ ઝડપાયું

- text


મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે જુગાર રમતા ત્રણને ઝડપી લીધા, પાંચ ફરાર

મોરબી : મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે આજે વાંકાનેરના હસનપર ગામની વાડીની ઓરડીમાં ચાલતું જુગારધામને ઝડપી લીધું હતું અને વાંકાનેર સિટી વિસ્તારના હસનપર ગામની સીમમાં આવેલ આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૮ ઇસમો પૈકી ૩ આરોપીઓને રોકડા રૂ.૪,૪૫,૦૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

- text

મોરબી એલ.સી.બી.ની ટીમને બાતમી મળેલ કે, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ કોળી રહે.જાલીગામ તા.વાંકાનેર વાળો તેની કબ્જા ભોગવટા વાળી હસનપર ગામની સીમમાં જાલી જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે એલસીબીએ હસનપર ગામની સીમમાં જાલી ગામે જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં આજરોજ દરોડો પાડતા જુગાર રમતા બાબુભાઇ માધાભાઇ ભરવાડ, ખોડાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુ જનકસિંહ ક્ષત્રિયને રોકડ રૂ.૪,૪૫,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે જયતીભાઇ રાધવભાઇ ચૌહાણ, સંજયભાઇ લીંબાભાઇ બબુતર, મોમભાઇ નાથાભાઇ ડાભી ભરવાડ, નરેન્દ્રભાઇ ઉર્ફે હકો દિલાભાઇ અસ્વાર, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ રંગપરા નાસી છૂટ્યા હતા. જુગાર દરોડા અંગે એલસીબી ટીમે વાંકાનેર પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text